આજે SC/STએક્ટ મુદ્દે સવર્ણોનું ભારતબંધનું એલાન

1027

એસસી-એસટી સંશોધન એક્ટ વિરુદ્ધમાં સવર્ણોનો ગુસ્સો સતત વધી રહ્યો છે. કરણીસેનાના નેતૃત્વમાં કાલે ગુરુવારે સવર્ણ સમુદાયએ ભારતબંધનું એલાન આપ્યું છે. સવર્ણોના આ બંધના એલાનને પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના ભિંડ, ગ્વાલિયર, છતરપુર, રીવા, શિવપુરી સહિતના જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સવર્ણ સમાજના કેટલાક સંગઠનો રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. એમના નિશાન પર ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી છે. કરણી સેનાએ ગઈકાલે ગ્વાલિયરમાં રેલી યોજી અને મુખ્યમંત્રી શિવરાજસિંહનું મોં કાળુ કરવાની ધપકી આપી હતી.

જ્યાર સતનામાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનો ઘેરાવો કર્યો હતો. આ રેલીનું આયોજન કથાકાર દેવકી નંદર ઠાકુરે કર્યું હતું.

કરણીસેનાના ભારતબંધની આ લલકાર મધ્યપ્રદેશથી નીકળીને રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપની મુશ્કેલી વધારી શકે છે. કેમ કે રાજસ્થાનમાં કરણીસેનાનું પ્રભુત્વ ખાસ્સું છે.

આ વિવાદ એ કાનૂન માટે છે, જેને મોદી સરકારે સંશોધન કરીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો બદલી દીધો હતો. હવે સવર્ણ અને ઓબીસી સમાજ સરકારના આ નિર્ણય વિરુદ્ધ આવી ગયા છે અને આ સમુદાય હવે ભાજપ અને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે.

Previous articleસરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે : ખેડૂતોનો દિલ્હીમાં હુંકાર
Next articleરાફેલ ડીલથી દેશને મોટી તાકાત મળશે : એરફોર્સ વાઈસ ચીફ