તળાજાના સથરા ગામની ચોકડી પાસેથી આજરોજ અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને તળાજા પંથકમાં એક પછી એક ગંભીર બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ અલંગ પોલીસ મથક તળે આવતા સથરા ચોકડી પાસે અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ અલંગ પોલીસને થતાં તુરતં પોલીસ સ્ટાફ દોડી જઈ તપાસ કરતા આશરે ૩પ થી ૪૦ વર્ષની ઉંમ ધરાવતા અને સફેદ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરલું હોય પોલીસે લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.