અમેરિકાના એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ વિશે મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, ટ્રમ્પ વિરુદ્ધ લખનાર ઓફિસર દેશને બચાવી નથી રહ્યા પરંતુ તેમની કાયર હરકતથી દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
મેલાનિયાએ એવું પણ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ લોકોને નકારાત્મક કામો માટે દોષિત કહેવાની તાકાત ધરાવે છે તો તેણે જાહેરમાં આવીને આ વાત કરવી જોઈએ. લોકો પાસે તેમની તાકાત મુકવાનો પણ અધિકાર હોય છે.
મેલાનિયાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ પોતે રિપોર્ચ્સ માટે એક અજાણ્યા સ્ત્રોત રહે છે. દેશમાં દરેકને બોલાવાની આઝાદી છે. લોકતંત્ર માટે પ્રેસની આઝાદી ખૂબ જરૂરી છે પરંતુ પ્રેસે સ્પષ્ટ, જવાબદાર અને નિષ્પક્ષ રહેવું જોઈએ. આજે કોઈ પણ રેફરન્સ વગર ન્યૂઝ છાપનારની સંખ્યા વધી ગઈ છે. કોઈ પણ નામ વગર લોકો દેશનો ઈતિહાસ લખી રહ્યા છે. શબ્દોની ઘણી કિંમત હોય છે. આરોપના ગંભીર પરિણામ આવી શકે છે. મેલાનિયા તરફથી તેમનું નિવેદન તેમની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.