રાજુલા તાલુકાના ઉચૈયા પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ ઉમેશભાઈ દ્વારા ગામના ગરીબ પરિવારના શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ના બાળકોને સ્વખર્ચે નોટબુકો સહિત અભ્યાસ કીટનું વિના મુલ્યે વિતરણ કરાયુ હતું.
રાજુલા તાલુકાના ઉચૈયા પ્રાતમિક શાળાના એસએમસી અધ્યક્ષ ઉમેશભાઈ દાદાભાઈ ધાખડાએ પોતાના ખર્ચે અભ્યાસ બાબતે ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીોને અભ્યાસમાં રૂચી વધે અને ઉચૈયા ગામનું નામ આ બાળકો રોશન કરે તેવા વિચારોથી પ્રથમ ચરણ નોટબુક અભ્યાસ કીટ સહિત વિનામુલ્યે ભેટ આપી પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં આવા પછાત વર્ગના બાળકો માટે જ્યાં જરૂર પડે ત્યાં ઉભા રહીશું તેવા સંકલ્પો શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફની હાજરીમાં જાહેર કર્યા જેને શાળાના આચાર્યએ વધાવ્યા.