કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ ધરણા

1114

રાજય સરકારના ખેડુતોના દેવામાફી, મોંઘવારી સહિત પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ કરવા પ્રદેશ કોંગ્રેસની સુચનાથી ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ર૪ કલાકના ધરણાનો કાર્યક્રમ કલેકટર કચેરી સામે યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર – જિલ્લાના પ્રમુખો ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય્‌, હોદ્દેદારો જોડાયા હતાં.

રાજય સરકારની ખેડૂતો વિરોધી નીતિ અને સરમુખત્યાર શાહીવલણના કારણે રાજયભરની પ્રજા ત્રસ્ત થયેલ છે. ખેડૂતોના પાઠ વીમા, વિઝળી, ખેત પેદાશોના અપુરતા ભાવ તેમજ દેવામાફી અને હાર્દિક પટેલના સમર્થનમાં રાજયવ્યાપી વિરોધ વ્યકત કરવા પ્રદેશ કોંગ્રેસના આદેશથી રાજયભરની સાથો સાથ ભાવનગર શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ર૪ કલાકના ધરણાનો કાર્યક્રમ સવારે ૧૧ કલાકે  પ્રારંભ કરવામાં આવ્યો હતો.

લોકશાહી બચાવો અને ખેડૂતોના દેવામાફીની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, ધારાસભ્યો પ્રવિણ મારૂ, કનુભાઈબ ારૈયા, વિપક્ષનેતા જયદિપસિંહ, સંજયસિંહ સરવૈયા, ગોવિંદભાઈ મોરડીયા સહિત આગેવાનો, હોદ્દેદારો નગરસેવકો, કાર્યકરો ઘરણા ઉપર બેઠા હતા અને શનિવારે ૧૧ વાગ્યા સુધી ધરણા ઉપર  બેસીને સરકાર સામે વિરોધ વ્યકત  કરશે.

Previous articleબીટી કપાસથી લહેરાતા ખેતરો
Next article૧૦ નવી સીએનજી સીટી બસનો પ્રારંભ