ભાવનગર અને બોટાદ જિલ્લાના રેલ્વેના પ્રશ્નોની રજૂઆત કરતા સાંસદ શિયાળ

2713

આજરોજ ૦૭/૦૯/૨૦૧૮ રાજકોટ મુકામે મળેલ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ભાવનગર-બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના પ્રશ્નોની જનરલ મેનેજરને સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર-બાંદ્રા સુપર ફાસ્ટ એક્સપ્રેસ ડેઈલી ટ્રેનમાં વર્ગ-૨,અને વર્ગ-૩ નો કોચ છે ભાવનગર ના સીનીયર સીટીજનો ની ફસ્ટ એસી કોચની માંગણી કરેલ.

ભાવનગર થી સુરત ડેઈલી હજારોની સંખ્યામાં લોકો પ્રાઈવેટ લકઝરી બસોમાં તેમજ વડોદરા-ભરૂચ-સુરત માટે મુસાફરી કરે છે.ભાવનગર-સુરતના ટ્રાફિક સમસ્યાને કારણે લોકો ખુબજ લાંબા સમયની માંગણી ને ધ્યાને લઇ લોકો ના હિતમાં ભાવનગર-સુરત ઇન્ટરસીટી ટ્રેઈન માટે રજૂઆત, પાલીતાણા જૈન તીર્થંકર સ્થાન હોવાથી પાલીતાણા-બાન્દ્રા ટ્રેઈન ની ફિકવન્સી વધારવા તેમજ મુંબઈ(અંધેરી) સ્ટોપેજ આપવા અને ભાવનગર-બોટાદ જીલ્લા ની લોકલ ટ્રેઈનમાં કોચ નંબર કે કોચઈન્ડીકેટર ન હોવાથી મુસાફરી કરી રહેલા સીનીયર સીટીઝન કે દીવ્યંગો ને શોધવા મુશ્કેલી પડતી હોવાથી કોચ નંબર કે કોચઈન્ડીકેટર મુકવા રજૂઆત કરવામાં આવેલ.

ભાવનગર ના સેન્ટ્રલ રેલ્વેસ્ટેશન ભાવનગર ની મધ્યમાં આવેલ છે. સ્ટેશનની સામેની સાઈડમાં રહેણાકી વસવાટ હોવાથી રેલ્વે સ્ટેશન પગપાળા-રેલ્વેલાઈન પર જોખમી રીતે ક્રોસિંગ કરતા હોવાથી લોકોના હિતમાં મુખ્ય ટર્મિનલ પર એફઓબી મંજુર કરવા રજૂઆત કરાઈ હતી. ભાવનગર-મહુવા નેરોગેઈઝ રેલ્વે લાઈન બંધ છે.રેલ્વે લાઈન પણ ઉપાડી લીધેલ છે માત્ર રેલ્વે લાઈન ની રીઝર્વ જમીન જમીન છે.જે જમીનો પર ગંદકી તેમજ દબાણો ના સ્થળો બનતા હોવાથી ભાવનગર કોર્પોરેશનની રસ્તા ઉપયોગમાં બ્યુટીફીકેશન અને જોગર્સપાર્ક માટે સંભાળ રાખવા રજૂઆત. ભાવનગર ના સેન્ટ્રલ રેલ્વેસ્ટેશન પર પ્લેટફોર્મ-૩ ફાળવવા તેમજ ભાવનગર ની બધી ટ્રેનો ને ભરૂચ સ્ટોપેઝ આપવા તેમજ વરતેજ(ભાવનગર) માં ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે ક્રોસિંગ તથા શિહોર-ઘાંઘળી ક્રોસિંગ પર અન્ડર બ્રિજ-ઓવર બ્રીજ માટે રજૂઆત કરવામાં આવેલ.

Previous articleપાલિતાણા SBIમાંથી ૬ લાખના ઘરેણાની થેલી ગઠીયો લઈ ગયો
Next articleતબિયત વધારે ખરાબ થતાં હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો