સીએના વિદ્યાર્થીઓની પહેલી વાર પ્રેક્ટિકલ એસેસમેન્ટ ટેસ્ટ લેવાશે

1424

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના અભ્યાસક્રમમાં છેલ્લા થોડા સમયમાં ધરખમ ફેરફારો થયા છે. હવે છેલ્લાં ૬૯ વર્ષમાં પહેલી વાર સીએ ભણી રહેલા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા પણ આપવી પડશે. આગામી ત્રણ માસના સમયગાળામાં તેનો અમલ થશે.વિદ્યાર્થીઓએ આર્ટિકલશિપ ટ્રેનિંગ ટેસ્ટ આપવાની રહેશે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ એસેસમેન્ટ ટેસ્ટ એટલે ‘પી ટેટ’ ટેસ્ટ, જે સીએના ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓ માટે લેવાશે, જોકે તે પહેલા અને બીજા વર્ષે ટ્રેનિંગના અંતમાં યોજાશે.

આગામી ત્રણ માસની અંદર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા ઝડપથી વર્ચ્યુઅલ એક્ઝામની પેટર્ન લાગુ કરવા જઈ રહી છે. સીએ ભણી રહેલા વિદ્યાર્થીઓએ આઈપીસી બાદ અઢી વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ સીએના ત્યાં લેવાની હોય છે, જેને આર્ટિકલશિપ કહેવાય છે.હવેથી વિદ્યાર્થીઓની ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિકલ નોલેજના મૂલ્યાંકન માટેની ઓનલાઈન પરીક્ષા ડિસેમ્બરથી અમલી થશે.

 

Previous articleભચાઉ નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
Next articleખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ