અભિનેતા તરીકે ચોકલેટ બોયની ઈમેજમાં બંધાવા નથી માંગતો. વરૂણ ધવન એક એવો અભિનેતા છે જેનાં પર બોક્સ ઓફિસ ભરોસો કરી શકે છે. તેણે તેની કારકિર્દીમાં તમામ હીટ ફિલ્મો આપી છે. તેની આગામી ફિલ્મ સુઈ ધાગા સમાજિક સંદેશા આપનારી ફિલ્મ છે. તેમજ તે મેક ઈન ઈંડિયા ક્ન્સેપ્ટ પર આધારિત છે. તે અંગે તે કહે છે કે હું એ જ અભિનેતા છું જેણે બદલાપુર અને ઓક્ટોબર જેવી ફિલ્મો કરી છે. મે મારી જાતને સાબીત કરી છે મને પહેલેથી જ સામા વહેણે તરવાની ટેવ છે. મને પડકાર જીલવાં ગમે છે. તેવી જ ફિલ્મ આ છે. જેમાં તેની સાથે અનુષ્કા શર્મા કામ કરી રહી છે.
તે આગળ જણાવે છે કે મને પ્રયોગો કરવાં ગમે છે. તેમજ હું કોઈ જ ઈમેજમાં બંધાવા નથી માંગતો. આ ફિલ્મને શરત કટારિયા ડિરેક્ટ કરી રહયા છે. તે કહે છે કે મને શરતનો સ્ક્રીન પ્લે ખૂબ જ ગમ્યો હતો. આ ફિલ્મ લોકોને ચોક્કસ ગમશે તે વાત તેણે વિશ્વાસપૂર્વક કહી હતી.