વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શનિવારે ભારતના અંકુર મિત્તલે ગોલ્ડ મેડલ જીત્યો. શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધા તેણે શૂટઓફમાં જીતી. ભારતના નામે ૭ ગોલ્ડ સહિત કુલ ૨૦ મેડલ થઈ ગયા છે. ૨૬ વર્ષીય અંકુરે ૧૫૦માંથી ૧૪૦ પોઇન્ટ મેળવ્યા. શૂટઓફમાં તેનો સામનો ચીનના યિયાંય યાંગ અને સ્લોવોકિયાના હુબર્ટ આંદ્રેજેજ સાથે થયો. તેણે ચીનના નિશાનેબાજને ૪-૩થી હરાવ્યો. આંદ્રેજેજને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.ટીમ સ્પર્ધામાં અંકુરે મોહમ્મદ અસાબ અને શાર્દુલ વિહાનની સાથે મળી દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. ત્રણેયે કુલ ૪૦૯ પોઇન્ટ મેળવ્યા. આ સ્પર્ધામાં ૪૧૧ પોઇન્ટ સાથે ઇટલીએ ગોલ્ડ અને ૪૧૦ પોઇન્ટ સાથે ચીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. બીજી તરફ, મહિલા વર્ગમાં અંજુમ મુદગિલ ફાઇનલમાં ન પહોંચી શકી. અંજુમ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનના ક્વાલિફાઇંગમાં ૧૧૭૦ પોઇન્ટ સાથે નવમા નંબરે રહી.
Home Entertainment Sports અંકુર મિત્તલે ડબલ ટ્રેપ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, પુરુષ ટીમને મળ્યો બ્રોન્ઝ