થાણેની રાજશ્રી પોલીબેક લિમિટેડનો આઇપીઓ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ઓફરમાં નવા ૨૯,૬૦,૦૦૦ ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે, જેની સંપૂર્ણ ચુકવણી રોકડમાં થશે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ રૂ. ૧૧૯થી રૂ. ૧૨૧ છે, જેથી ઇશ્યૂનું કુલ કદ રૂ. ૩,૫૨૨.૪૦ લાખથી રૂ. ૩,૫૮૧.૬૦ લાખ થાય છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડનાં ઇમર્જ પ્લેટફોર્મ પર થશે. ઇશ્યૂનાં બુક રનિંગ લીડ મેનેજર પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. આઇપીઓ બંધ થવાની વહેલામાં વહેલી તારીખ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ હશે.
૧૦.૩૭નાં પ્રાઇઝ ટૂ અર્નિંગ (પીઇ) રેશિયો (૩૧ માર્ચ, ૨૦૧૮નાં રોજ પ્રાઇઝ બેન્ડની કેપ પ્રાઇઝ અને ઇપીએસ પર આધારિત) પર ઓફર થયેલા શેરની બિડ લઘુતમ ૧,૦૦૦ ઇક્વિટી શેર માટે અને પછી ૧,૦૦૦ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે. આઇપીઓનો ૪૯.૯૬ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) માટે અને મહત્તમ ૧૫ ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારો (એનઆઇઆઇ) માટે તથા મહત્તમ ૩૫ ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) માટે અનામત રાખવામાં આવ્યો છે.
વાર્ષિક ૧૦,૦૦૦ મિલિયન ટનની ક્ષમતા અને ૧૦૦થી વધારે ઉત્પાદનો કરવાની ક્ષમતા ધરાવતી ત્રણ ફેક્ટરી દમણમાં સ્થાપિત કર્યા પછી રાજશ્રી પોલીપેકે દમણમાં ચોથી ફેક્ટરી સ્થાપિત કરવા ધિરાણનાં ઉદ્દેશ સાથે એનો આઇપીઓ લોંચ કર્યો છે.
કંપનીની વ્યૂહરચનામાં સામેલ છેઃ વળતર વધારવા કાર્યકારી કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવું, મુખ્ય ગ્રાહકો સાથે સહ-વિકાસમાં ઉત્પાદનોને વિકસાવવા, ઊંચું માર્જિન ધરાવતા ઉત્પાદનો અને સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ અમેરિકા અને બ્રિટનમાં ગ્રાહકોની સંખ્યા વધારવી તથા મધ્ય પૂર્વમાં કામગીરી વધારવી.
છેલ્લાં ચાર વર્ષમાં રાજશ્રી પોલીપેકે કામગીરીમાંથી એની આવકમાં ૧૯.૯૭ ટકાનાં સીએજીઆરની વૃદ્ધિ કરી છે અને ચોખ્ખા નફામાં ૧૩૪.૬૬ ટકાનાં સીએજીઆરની વૃદ્ધિ નોંધાવી છે.
કંપનીએ આવક અને મિશ્ર ઉત્પાદનોમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮, ૨૦૧૭, ૨૦૧૬ અને ૨૦૧૫માં કામગીરીમાં આવક અનુક્રમે રૂ. ૧૧,૧૯૭.૬૯ લાખ, રૂ. ૯,૫૩૩.૩૬ લાખ, રૂ. ૯,૫૧૭.૭૭ લાખ અને રૂ. ૬,૪૮૪.૩૭ લાખ હતી, જે છેલ્લાં ચાર વર્ષમાં ૧૯.૯૭ ટકાનાં સીએજીઆર દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮, ૨૦૧૭, ૨૦૧૬ અને ૨૦૧૫માં ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૯૩૧.૦૯ લાખ, રૂ. ૮૮૬.૮૫ લાખ, રૂ. ૭૮૩.૨૪ લાખ અને રૂ. ૭૨.૦૬ લાખ હતો, જે છેલ્લાં ચાર વર્ષમાં ૧૩૪.૬૬ ટકાનાં સીએજીઆરનું પ્રતિનિધિત્વ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮, ૨૦૧૭, ૨૦૧૬ અને ૨૦૧૫માં અમારી ઈમ્ૈં્ડ્ઢછ અનુક્રમે રૂ. ૨,૦૭૩.૧૯ લાખ, રૂ. ૨,૧૫૫.૦૮ લાખ, રૂ. ૨,૦૩૧.૧૧ લાખ અને રૂ. ૮૮૦.૨૧ લાખ છે, જે છેલ્લાં ચાર વર્ષમાં ૩૩.૦૫ ટકાનાં સીએજીઆરને સૂચવે છે.