સરકારની નીતિ ખેડૂતો તેમજ  ગુજરાત વિરોધી : પરેશ ધાનાણી

708

કોંગ્રેસે ગઇકાલે સવારે અગિયાર કલાકથી ૨૪ કલાકના ઉપવાસ રાખ્યાં હતાં. જેમાં આજે સવારે ૧૧ કલાકે પારણાં કરી લીધા છે.

ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ કોંગ્રેસે પણ ધરણા કાર્યક્રમ કર્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કાર્યકર્તાઓ સહિત ૨૪ કલાક માટે ઉપવાસ કર્યા હતાં.

પરેશ ધાનાણીએ આજે પારણાં કરી લીધા પછી તેમણે બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમમે જણાવ્યું હતું કે, “ઉપવાસ એટલા માટે કર્યો હતો કે રાજ્યમાં સૂતેલી સરકાર જાગે. પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ઉપવાસ એવું શસ્ત્ર છે કે જેનાથી સૂતેલી સરકાર જાગી જાય છે. નહીં કે ઉપવાસથી આપણા જીવનનો અંત આણવો. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે ઉપસાસ પછી અહંકારી બીજેપી સરકાર જાગે અને જગતના તાતનું દેવું માફ કરે.આ ગરીબ, ગામડા અને ખેડૂતો વિરોધી સરકાર કૃષિ બજેટમાં વધારો કરે. ખેડૂતોને સારું ખાતર મળે. તેમને અનેક સુવિધાઓ મળે. પુરતું ધિરાણ મળે. તેને ઉત્પાદન સામે રકમ મળે. અમે માનનીય મુખ્યમંત્રીને ખેડૂતોના દેવા માફ કરવાની વિનંતી કરી છે.વાસ અંગે બોલતા કહ્યું કે, “આજે ૧૫માં દિવસે તેને પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે ત્યારે ભારતીય જનાત પાર્ટીની સંવેદનશીલ સરકાર, અહંકારી સરકાર આંદોલનકારીઓની માંગણી માટે સકારાત્મક જવાબ આપે તેવી માંગણી કરી છે. તેની સાથે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ ૨૪ કલાક માટે ઉપવાસ રાખ્યાં હતાં.

તે છતાં બીજેપીની સરકારે અત્યાર સુધી આંદોલનકારીઓની માંગણી સાંભળી નથી. મને લાગે છે કે નરેન્દ્ર મોદી ખુદ ખેડૂત અને ગુજરાત વિરોધી છે. જો આ સરકાર જગતના તાત માટે હકારાત્મક જવાબ નહીં આપે તો આવતા સમયમાં વિધાનસભા ઘેરાવ કરશે.

Previous articleસિદ્ધપુર નજીક  બે કાર ધડાકાભેર અથડાઇ બંને ચાલકોના મોત
Next articleગુજરાતમાં ૨૨% જેટલો ઓછો વરસાદ રહેતા ચિંતા