જાફરાબાદ ખાતે આંગણવાડીના તાલુકાના કાર્યકરો, હેલ્પરો માટે માતા યશોદા એવોર્ડ કમિટીમાં અધ્યક્ષસ્થાને ડેપ્યુટી કલેક્ટર દિલીપ સિંહવાળા, તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. વાઢેર, ચીફ ઓફિસર, આંગણવાડી તાલુકા સીડીપીઓ મંજુબેન કોલડીયા, સુપરવાઈઝર સોનલબેન અને બ્લોક હેલ્થ અધિકારી સહિતનાઓની મિટીંગ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળાની અધ્યક્ષતામાં મળી. જેમાં જરૂરી કાગળો માતા યશોદા એવોર્ડ માટે યોગ્ય કામગીરી કરતા આંગણવાડી વર્કર, હેલ્પરની પસંદગી માટેની ચર્ચાઓ બાદ આગામી તા.૭-૯-ર૦૧૭ના રોજ તાલુકાના ભાડા ગામે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમની પણ તૈયારી કરવા જરૂરી સુચનો અપાયા. જેમાં આજે મળેલ તમામ અધિકારીઓને વાકેફ કરાયા અને સેવા સેતુનો અર્થ એવો થાય છે કે જે-તે ગામમાં સેવા સેતુ યોજાઈ ત્યાંના જેટલા ગામોની જનતાના જે તે સેવા સેતુને લગતા પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ થવું જોઈએ તેવા આદેશો મા યશોદા એવોર્ડ મિટીંગ બાદ જરૂરી અને કડક સુચનાઓ અપાઈ હતી.