ગાંધીનગરમાં શેઠ(સી.એમ.)ની શીખામણ ઝાપા સુધી ? દબાણો પૂર્વવત

1104

ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા આદેશ બાદ ગાંધીનગર કલેકટર દ્વારા રોડ સાઈડ દબાણો અને લારી-ગલ્લા પ્રશંસનીય રીતે હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ દબાણો હટયાને હજી થોડાક જ દિવસ થયા ત્યાં તો દબાણો પૂર્વવત થવા લાગ્યા છે. ટ્રાફિકની સમસ્યા વાળા ગીચ વિસ્તારો જેવા કે સેકટર – ૧૧ અને પથિકાશ્રમ, ઘ-ર, સેકટર – ૧૬ જેવા તમામ વિસ્તારોમાં દબાણખાતાની રહેમનજર હેઠળ ફરી પાછા દબાણો પૂર્વવત થઈ ગયા છે અને સરકારી મશીનરી, પ્રજાના પૈસા અને મુખ્યમંત્રીના આદેશનું સુરસુરીયું થઈ ગયાનો અનુભવ નાગરિકો કરી રહ્યા છે. કોઈકે કહ્યું કે સરકારમાં તો શેઠની શીખામણ ઝાપા સુધી જ હોય.

 

Previous articleકોંગ્રેસે આપેલ ભારત બંધનું એલાન
Next articleવલ્લભીપુર ખાતે લોકમેળાનું આયોજન