ગોહિલવાડના મીની સોમનાથ તરીકે ગોપનાથ મહાદેવ મંદિર ભાતીગળ મેળો ભાદરવી અમાસનો મેળો ભરાયો હતો. ધર્મમય માહોલ હૈયેહૈયુ દળાય તેમ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલી સવારથી શિવભક્તો સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ, તળાજાના સીપીઆઈ, બે પીએસઆઈ, પ૦થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો અને મહિલા પોલીસ, મહિલા હોમગાર્ડ સહિતના બંદોબસ્ત જાળવ્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખડેપગે સેવા આપી હતી.