જાફરાબાદના પીપળીકાઠા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા ઉપર બોટ લાંગરવા માટેની જેટીઓ આવેલી છે. જ્યાં બોટો બાઘવામાં આવે છે પરંતુ આ જેટી પર રેલીંગ ન હોવાથી અહીયા અવારનવાર પશુઓ ખાડીમાં પડતા હોય છે. આવો જ બનાવ આજે સવારના આ જેટી ઉપર બન્યો હતો. આજે સવારે એક ગાય જેટી ઉપરથી ખાડીમાં પડતા મહામુસીબતે ક્રેનની મદદથી ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ગાય ખાડીમાં પડતાના સમાચાર મળતા સેવાભાવી લોકો મદદે દોડ્યા હતા. જેમાં સંદિપભાઈ શિયાળ દ્વારા તાત્કાલિક ક્રેન મંગાવી ગાયને બચાવી લેવાઈ હતી અને લોકો દ્વારા જેટી ઉપર રેલીંગ બનાવવાની સરકાર પાસે માંગણી કરી હતી.