શહેરના સૌથી જુના વિસ્તાર તરીકે પ્રખ્યાત એવા વડવા ચાવડીગેટ ખાતે દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ અત્રે આવેલ ‘ગોહિલવાડના ગામ દેવ’મોરલીધર દાદાની જગ્યામાં ભવ્ય લોક ભાતીગળ મેળો યોજાયો હતો ભાવનગરમાં એક જ દિવસમાં ત્રણ મેળાની મોજ માણવાનો અનેરો લ્હાવો હોય છે. પ્રથમ મોડીરાતથી વહેલી સવાર સુધી કોળીયાક નિષ્કલંકનો મેળો સવારથી બપોર સુધી આખલોલ મહાદેવ ખાતે યોજાતો મેળો તથા બપોરથી મોડી સાંજ દરમ્યાન ચાવડીગેટ મોરલીધરની જગ્યામાં યોજાતા મેળામાં આબાલ વૃદ્ધો ઉમટી પડે છે.