મોંઘવારીને લઈને કોંગ્રેસે આપેલા ભારત બંધના સંદર્ભમાં કોંગ્રેસી કાર્યકરો ધારાસભ્ય સી. જે. ચાવડાની આગેવાની હેઠળ પથીકાશ્રમથી રેલી સ્વરૂપે નીકળી દુકાનો બંધ કરાવવા તથા સુત્રોચ્ચારો કરતાં કરતા સેકટર – ૧૬, ઘ-પ સુધી પહોંચ્યા હતા. જયાં પોલીસ સાથે ઘર્ષણ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં સવારથી જ સેકટર – ર૧ સહિતના બજારો ખુલી ગયા હતા અને શાળા તેમજ કોલેજોમાં કેટલીક શાળાઓએ સ્વેચ્છાએ બાળકોને નહીં આવવા જણાવતા બંધ રહી હતી. જયારે કેટલી શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહી હતી. કોંગ્રેસી કાર્યકરોએ બંધ કરાવ્યા બાદ થોડા જ કલાકોમાં બજાર ફરી પાછા રાબેતા મુજબ ચાલુ થયા હતા. આમ બંધને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો.