દામનગરના નારણગઢ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલનમાં જનમેદની ઉમટી

733

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગરના નારણગઢ મુરલીધર કોટન ખાતે ખેડૂત સંમેલન માં પાંચ હજાર કરતા વધુ ખેડૂતોની હાજરીમાં સરકાર નીતિઓની ઝાટકણી કાઢતા કોંગ્રેસના  ધારાસભ્યો કૃષિ બજેટ વધારો કૃષિ સબસિડી પાક વીમો કૃષિ ઉપજ પર જી એસ ટી રદ કરવી  વેપારીઓને ચોર ગણવા બંધ કરો વીજળી પાણી રોજ ભૂંડના ત્રાસથી મુક્તિ પોષણક્ષમ નાના ખેડૂતોને બીપીએલ કાર્ડ કૃષિ ઓઝાર કરવેરા મુક્તિ સરળ પ્રોસેસથી કૃષિ ધિરાણ સેટેલાઇટ માપણી રદ કરવા સહિતના મુદ્દે નિષ્ફળ નીવડશે સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા ધારા સભ્ય  ઠુંમર પ્રતાપભાઈ દુઘાત, પરેશભાઈ ધાનાણી, જે વી કાકડીયા પૂર્વ ધારા સભ્ય ઠાકરશીભાઈ, મેતલીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર સહિતના અગ્રણી ઓ દ્વારા ખેડૂત હિતમાં અનેકો મુદા અંગે વિવિધ અગવડો સરકારની અણઆવડતથી ખેડૂતોની આત્મહત્યાઓના વધતા કિસ્સા વીજળીના દંડ તાર ફેન્સીગ યોજનાનું બાળ મરણ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યુ ગેસ ભાવ વધારો પાટીદાર આંદોલન ગુજરાતના દરેક તાલુકામાં ઉપવાસ છાવણી વચ્ચે સરકાર સંવેદનાની વાતો કરે છે આ કેવી ? સંવેદના ?  માલધારીઓને ગૌચર પ્રશ્ને આંદોલનો કરવા પડે ? પેટ્રોલ ડીઝલના વધતા ભાવ શિક્ષિત બેરોજગારો ની ફોજ ડોલર સામે નબળો પડતો રૂપિયો લોકશાહીનું હનન કરતી વ્યવસ્થા મગફળીકાંડ નલિયાકાંડ કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતિ વાહન ચાલકો પાસે હપ્તાઓ વસૂલી  બીટકોઈન સહિતના મુદ્દે આક્રમક વક્તવ્ય આપતા ધારાસભ દ્વારા સરકારની  નિષ્ફળતા વીણી વીણી ગણાવી હતી મુરલીધર કોટન જીન માં અકડેઠઠ જનમેદની હજારો ખેડૂતો મજુરું ઉદ્યોગ પતિઓ રત્નકલાકારોની વિશાળ હાજરીમાં ખેડૂત મહાસંમેલન યોજાયું. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત મહાસંમેલન માં જિલ્લાના ચાર ધારા સભ્યો  ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત જે વી કાકડીયા જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતોના પ્રમુખ નગર પાલિકા પ્રમુખ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના ચેરમેન કોંગ્રેસ સંગઠનના સેલ મોરચાના કાર્યકરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચો મહિલા અગ્રણીઓ સહિત ભાવનગર જિલ્લા ગારીયાધાર, પાલીતાણા, શિહોર, ગઢડા સ્વામીના, બોટાદ અનેકો તાલુકામાંથી  કાર્યકરોની વિશાળ હાજરી જોવા મળી હતી.અમરેલી જિલ્લા કોંગ્રેસ ભવન કાર્યાલયના નિર્માણ માટે ઉદ્યોગપતિ જનકભાઈ તળાવીયાએ રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કર્યા હતો અને શક્તિ પ્રોજેકટમાં જોડાવા આહવાન કરાયું હતું દરેક ધર કોંગ્રેસનું ધર બને તેવી અમરેલી જિલ્લા કોંગ્રેસની અપીલ કરતા ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસ જીંદાબાદનો નારો બુલંદ બનાવ્યો હતો.

Previous articleએલ.પી.જી. સિલિન્ડર ગો ગેસ ઇલાઇટ હવે ગુજરાત માં ઉપલબ્ધ
Next articleમોંઘવારી પ્રશ્ને ભારત બંધના એલાનને ધંધુકામાં વેપારીઓ, લોકોનું સમર્થન