ભાવનગરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના સરળ અને સંવેદનશીલ વ્યકિતત્વ ધરાવતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો જન્મ દિવસ તા.૧૧-૯ના રોજ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તરીકે સમગ્ર ગુજરાતમાં યુવાનો માટે પ્રેરણારૂપ અને કયારેય પણ પોતાનો જન્મ દિવસ ન ઉજવનાર અને જન્મદીને પણ સેવાકાર્યોથી ઉજવાય તેવા હંમેશા આગ્રહી જીતુભાઈ વાઘાણીના જન્મદિને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે ત્યારે વડવા-અ વોર્ડની ટીમ દ્વારા લોક પ્રતિનિધીના જન્મદિને વોર્ડમાં વિવિધ સ્થળોએ તેમની ગ્રાન્ટમાંથી ફાળવેલ ૧૦૦ નંગ ટ્રી-ગાર્ડથી વૃક્ષારોપણ થનાર છે. કાલે ૪૭ વૃક્ષો રોપી તેમનો જન્મ દિવસ વિવિધ સોસાયટીમાં ઉજવાશે.