બોટાદ શહેર સહિત જિલ્લામાં આ વર્ષ ઓછા વરસાદ પડવાના કારણે ખેડતોમાં ચિતા નું મોજું છવાય ગયું છે. ત્યારે આજે બપોરે બાદ બોટાદ શહેર તેમજ જિલાના ગઢડા માં ધીમીધારે વરસાદ પડ્યો હતો..બોટાદ શહેરમાં થોડીવારમાં ભારે વરસાદ પડતાં રોડ પર પાણી ભરાય ગયા હતા. વરસાદ પડતાં વાતાવરણ માં ઠડક પસરી ગઈ હતી. તો બીજી તરફ બોટાદના તાલુકા સેવા સદન સામે આવેલ એક ઝાડની ડાળી પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે કોઈ જાનહાની બનાવ બનવા પામી ન હતી.