હિંડોરણા ચોકડી પાસે ચોરી થયેલ બલ્કરનો તસ્કર ઝડપાયો

1123

રાજુલાના હિંડોરણા ચોકડી પાસેથી ૧૦ માસ પૂર્વે સિમેન્ટના બલ્કરની ચોરીના ગુનામાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. જ્યારે અન્ય સાથીદારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આજથી દસેક માસ પહેલા ફરિયાદી લાલુભાઈ કાળુભાઈ મરમલ ઉ.વ.ર૭ રહે.જુની બારપટોળી તા.રાજુલાવાળની ગાડી ટાટા ૩૧૧૮ બાર વ્હીલની ગોળ ટાંકા વાળી બલ્કર (સિમેન્ટનો લૂઝ ટાંકો) ગાડી નં.જીજે ર૪ વી ૦૩૭૭ કિ.રૂા.૧ર,૦૦૦૦૦ (બાર લાખ)ની રાજુલા હિંડોરણા ચોકડી પાસેથી ચોરી થયેલ હોય જે અંગે ગુનાની તપાસ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર યુ.ડી. જાડેજા કરી રહેલ હોય પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ ડીવાયએસપી માવાણી, સાવરકુંડલા વિભાગના સુચના અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર યુ.ડી. જાડેજા બલ્કર ચોરીના આરોપી સીતારામ અરજનજી ઠાકોર (ચોકીદાર) ઉ.વ.૩પ રહે.ગાંધીનગર અડાલજ ત્રિમંદિરની સામે બોચર હોટલની બાજુમાં આવેલ છાપરામાં મુળ બીજાતલ તા.ડેગાણા જિ.નાગોર (રાજસ્થાન) વાળાને શોધી કાઢી એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ અન્ય આરોપીઓ પણ ટ્રક ચોરી કરવામાં સામેલ હોય જેઓને પકડી પાડવા અંગે તપાસ ચાલુ છે.

Previous articleઈશ્વરિયાના કાર્યકર્તા- પુર્વ સરપંચ મુકેશ પંડિતને કર્મશ્રી પદક એનાયત
Next articleબોટાદ અને ગઢડામાં તલાટીઓએ કાળી પટ્ટી સાથે આવેદનપત્ર આપ્યું