બોમ્બે હાઈકોર્ટે દેશના બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને સુરક્ષિત રાખતા પૂર્વ ATS પ્રમુખ ડીજી વણઝારા સહિત અન્ય પોલીસકર્મીઓને આરોપોમાંથી મુક્ત કરાયા છે.નીચલી કોર્ટે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા.જે બાદ સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન અને CBI ના બોમ્બે હાઈકોર્ટમાં કેસમાં પાંચ પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં CBIએ ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા સહિત પોલીસ કર્મચારીઓને પોતાની તપાસમાં દોષી ઠેરવ્યા હતા. CBIએ આને નકલી એન્કાઉન્ટર કરાર કર્યો હતો જ્યારે પોલીસના કહેવા અનુસાર સોહરાબુદ્દીનના સંબંધો આતંકવાદીઓ સાથે જોડાયેલા હતા.