ઇન્ટરપોલે ઇડી(ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)મુજબ ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કોભાંડ મામલે ભાગેડુ નીરવ મોદીની બહેન પૂર્વી દીપક મોદીની વિરોધમાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
ઓગસ્ટમાં મુંબઇની વિશેષ અદાલતે નીરવ મોદીની બહેન પૂર્વી મોદી અને ભાઇ નિશલ મોદીને અદાલતમાં ૨૫ સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ કાઢ્યો હતો. હાલમાં આ બન્ને બેલ્જિયમના નાગરિક છે.અદાલતે એ પણ જણાવ્યું હતું કે તેઓ અદાલતમાં હાજર નહી થાય તો નવા ભાગેડુ નિયમ પ્રમાણે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.ગયા સપ્તાહમાં ઇન્ટરપોલે નીરવ મોદીના સહયોગી મિહિર ભંસાલી વિરૂઘ્ઘ આ જ મામલામાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. નીરવ મોદીની ફાયરસ્ટાર કંપનીનો સંચાલક ભંસાલી પીએનબી કોભાંડ પછી ફરાર છે.
ઇડી નીરવ મોદી અને એના મામા મેહુલ ચોક્સી દ્રારા કોભાંડની અન્ય વિગતો માટે ભંસાલીની પૂછતાછ કરવા માંગે છે.