અમદાવાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. શિલ્પાબેન યાદવન તથા મુખ્ય રોગચાળા અધિકારી ડો. ચિંતન દેસાઈની સુચના અને માર્ગદર્શનથી તાલુકા હેલ્થ ઓફિસર ધંધુકા અને ધોલેરા દ્વારા રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ ઉપક્રમે ધંધુકા તાલુકાના મામલતદાર આરોગ્ય કર્મચારી, બી.આર.સી., સી.આર.સી. પોલીસ સ્ટાફ આઈ.સી.ડી.એસ., અને ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમાકું નિયંત્રણ અને વ્યસન મુક્તિ જાગૃતિ માટેની કાર્યશિબીર તાલુકા હેલ્થ કચેરી ધંધુકા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ રાખવામાં આવેલ. આ કાર્યશિબીરમાં ધંધુકા તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ જીણીયા, મામલતદાર ધંધુકા આઈ.આર.પરમાર, ઈ.ચા. તાલુકા હેલ્થ ઓફિસર, ડો. રાકેશ ભાવસાર, ડો. દિપક ગુપ્તા, ડો. રીયાઝ જુલાયા, ડો. સિરાજ દેસાઈ, ડો. યોગેન્દ્રસિંહ રાઠોડ, ડો. શૈલેષ ચાવડા, ડો. સચીબેન પટેલ, બી.આર.સી. ઓફિસર રઘુવીરસિંહ ચુડાસમા તાલુકાના આઈ.ઈ.સી. ઓફિસર ગીરીશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં.