ભાવનગર શહેર જિલ્લામાં શરૂ થનાર ગણેશોત્સવને લઈને લોકોમાં ભક્તિ રસનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
તા. ૧૩-૯-ર૦૧૮ને બુધવારના રોજ ભારદવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે ભાવનગર શહેર જિલ્લામાં ગણેશોત્સવનો પ્રારંભ થશે અલગ-અલગ દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવનેને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. થુવા મંડળો, શેરી સોસાયટીઓ દ્વારા સાર્વજનીક આયોજનો પ્રતિ વર્ષ માફક કરવામાં આવ્યા છે. હાલ વિશાળ પંડાલો, મંડળોના શાલીયાણાઓ ઉભા કરી શણગારવામાં આવી રહ્યા છે. જે વ્યકિતઓ દ્વારા મોટાપાયે આયોજન કરવામાં આવે છે. તેઓ દ્વારા મૂર્તિઓ પણ લઈ લેવામાં આવી છે.
ચોથના દિવસે શુભ મહુર્તમાં વાજતે-ગાજતે શોભાયાત્રાઓ યોજી વેદોક્ત રીતે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. ભાવનગર શહેરમાં અનેક વિશાળ આયોજનો પૈકી પાનવાડી ખાતે તથા રૂપાણી દિવડી, સેતુબંધ ઘોઘા રોડ શિવાજી સર્કલ, સરિતા સોસાયટી, રામમંત્ર મંદિર તળાજા જકાતનાકા ભરતનગર સહિતના સ્થાનો પર મોટાપાયે ઉત્સવ ઉજવવામાં આવતો હોય આ સ્થળો પર વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે. સમાન્યતઃ દિવસ પથી લઈને ૧૧ દિવ્સ સુધીની સ્થાપના આયોજકો દ્વારા કરવામાં આવે છે. જે દરમ્યાન દરેક દિવસે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. શહેરના મુખ્ય પ્રવેશ દ્વારા એવા નારી ચોકડી તળાજા જકાતનાકા વીસ્તારમાં મુર્તિકારોએ ૧ માસ પુર્વેથી પડવા જમાવ્યો છે અને વિવિધ મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. જેમાં રૂા. ૧૦૦ લઈને ૧ લાખ રૂપિયા સુધીની મુર્તિ વેચાણ અર્થે તૈયાર કરવામાં આવી છે. આમ આગામી ૧પ દિવસ સુધી ભાવનગર શહેર જીલ્લામાં ધર્મની હેલી છવાશે.