આખલોલ જકાતનાકા પુલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા બોરતળાવ પોલીસ દોડી જઈ મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના આખલોલ જકાતનાકા પુલ પાસે લાશ પડી હોવાની જાણ મંદિરના પૂજારીએ બોરતળાવ પોલીસને કરાતા પોલીસે સ્ટાફ દોડી જઈ તપાસ કરતા આશરે ૩પ-૪૦ વર્ષની ઉંમર ધરાવતા અને હિન્દુ જાતિનો પુરૂષ હોવાની અને બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. પોલીસે જરૂરી કેસ કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.