રાજુલા જાફરાબાદ ખાંભાના હીરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ ૧૭ ગામોમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા ચેતનભાઈ શીયાળ, કમલેશભાઈ મકવાણા દ્વારા વિનામુલ્યે રાજુલા, ખાંભા તાલુકામાં વિતરણ કરાયુ રાજુલા, જાફરાબાદ ખાંભાના નેતા હિરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષે ગણપતી બાપાની મુર્તિઓ વિનામુલ્યે દરેક ગામોમાં ઉજવાતા ગણેશોત્સવમાં આપી ગણપતી બાપાના આર્શીવાદ મેળવતા આવ્યા છે તેમ આ વર્ષે પણ જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શીયાળ જીલ્લા પંચાયતના કમલેશભાઈ મકવાણા ઓફીસ સ્ટાફના કાનાભાઈની સેવાભાવી ટીમ દ્વારા રાજુલા શહેરમાં ૫ જગ્યાએ ગણપતી બાપાની મૂર્તિઓ તેમજ રાજુલા તાલુકાના ઘુડીયા આગરીયા, મોરગી, ડુંગર પરડા, વીસળીયા સહિત તેમજ ખાંભા તાલુકાના રબારીકા, આંબલીયાના, ડેડાણ સહિત કુલ ૧૭ ગામોમાં રાજુલાનાં સુપ્રિધ્ધ મુર્તિકાર પ્રદુષણ રહિત ગણપતિ બાપાની કીમતી મુર્તિઓ હીરાભાઈ સોલંકી દ્વારા વિનામુલ્યે આપી ગણપતી બાપાની સેવાનો લાભ લીધેલ.