ભાવનગર જિલ્લામાં હાલમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્ર અમુક વીસ્તારમાં જોવા મળેલ છે અને આગામી દિવસોમાં તે ફેલાવાની શક્યતાઓ જણાય છે. ગુલાબી ઈયળ જિંડવામાં અંદર પેસી જઈને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઈ શકાતી નથી અને છુપી રીતે નુકશાન કરે છે. આ જીવાતથી કપાસના પાકમાં પ ટકા થી ૬૦ ટકા સુધીનું નુકશાન થતું હોવાનું કૃષિ યુનિવર્સિટીએ સંશોધનથી તારણ કાઢેલ છે. આ જીવાતનો ઉપદ્રવએ છોડવમાં કળીઓ અને ફુલ બેસવાની શરૂઆત થાય ત્યારથી થતો હોય છે. કપાસના તમામ ખેડૂત મિત્રોનેને જણાવવાનું કે કપાસના પાકમાં સપ્ટેમ્બર માસના અંતથી લઈ છેલ્લી વીણી સુધી હેકટરે ૪૦ પ્રમાણ ગુલાબી ઈયળની ફુદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને આ ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દિઠ ૮-૯ ફુદા પકડાય તો જંતુનાશક દવાઓ ેવીક કવીનાલફોસ રપ ઈ.સી. ર૦ મી.લી. અથવા એમામેક્ટીન પ ડબલ્યુ.જી.ર ગ્રામ અથા ઈંડોકઝકાર્બ ૧૪.પ એસ.એલ. ૧૦ મી.લી. લેખે દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી. નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરૂઆતથી હેકટરે ૧.પ લાખ ટ્્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે પ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેકટરે ૧ઢ હજાર પ્માણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઈ શકાય છે. જીનીંગ ફેકટરી અને તેની આસપાસના વીસ્તારોમાં ફેરોમેન ટ્રેપનો વધુ ઉપયોગ થવો જોઈએ.
જે ખેતરમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જણાયો હોય તે કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો.
અગાઉ પુરા થઈ ગયેલ કપાસના ખેતરમાં ખરી પદેલા ફુલ, કળીઓ, જીંડવા ભેગા કરીને બાળીને નાશ કરવો. કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેંટા બકરા ચરાવવા માટે છુટતા મુકી દેવા જેથી ઈયળના અવશેષો ઓછા થાય.