અમદાવાદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યાની ઘટના બની છે. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા પતિ-પત્ની અને તેમની પુત્રી ત્રણે મૃતહાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથધરી હતી. આ ઉપરાંત ઘરમાં વૃદ્ધ મહિલા પણ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક કોસ્મેટિકના વેપારી હતી અને તેઓ છેલ્લા એક વર્ષથી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થિતિને જોતા પતિએ પહેલા પત્ની અને પુત્રીને ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હશે.