મહાપાલિકા દ્વારા શરૂ કરાયેલી વેરાના બાકીદાર એકમોને તાળાં મારવા સાથે વસૂલાત ઝુંબેશનાં પગલે ફફડાટ ફેલાયો છે અને ચાલુ મહિનામાં મહાપાલિકાને થયેલી આવકનો આંકડો ૪.૭૫ કરોડને પાર થઇ ગયો છે. નોંધવું રહેશે કે ગત વર્ષે ચલાવાયેલી ઝુંબેશ વખતે સીલ મારવામાં આવેલા એકમની સંખ્યા ૨૦ પર પહોંચી હતી. પરંતુ વખતે વેપારી એકમોની માનસિકતા બદલાઇ છે, પરિણામે ટેક્સ બ્રાન્ચે સખ્તાઇ વર્તવી પડતી નથી.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે શરૂઆતમાં આખરી નોટિસ બાદ પણ નાણા નહીં ભરતા અંતે તે એકમોને સીલ મારવામાં આવ્યા હતાં. જ્યારે ઇન્ફોસિટીમાં ૧ એકમને તાળું મારી દેવાયું હતું. ઉપરાંત ૧૫ એકમો દ્વારા રકમ ભરી દેવાઈ હતી અને કેટલાંક એકમો દ્વારા રકમના ચેક આપી દેવામાં આવ્યા હતાં.