ભાવેણાના યશ મેઘાણીએ ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરમાં અભિનય આપ્યો

1064

ભાવનગરમાં રહેતા અને લોકમિલાપ પુસ્તકાલય ધરાવતા અને ઇસ્કોન ક્લબમાં કામ કરતા યશ મેઘાણીનો ૧૧ વર્ષનો દીકરો રેહાન મેઘાણી, જે સિલ્વર બેલ્સ સ્કૂલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે, ગુજરાતી ફિલ્મ ’વેન્ટિલેટર’ માં એક નાના રોલ માટે પસંદ થયો છે. ફિલ્મમાં જેકી શ્રોફ, જુહી ચાવલા, પ્રતીક ગાંધી, સંજય ગોરડીયા જેવા દિગ્ગજ કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ સપ્ટેમ્બર એ રિલીઝ થશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં થયું છે. રેહાનની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ નેશનલ એવૉર્ડ મેળવનાર ’વેન્ટિલેટર’ ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મની લોકો ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ભાવનગરનો એક નાનકડો બાળક ફિલ્મમાં કામ કરી રહ્યો જેથી લોકોનો ઉત્સાહ વધુ જોડાયેલો છે. રેહાનએ આ પહેલા ખૂબ પ્રખ્યાત એવી ’તિરૂપતિ ઓઇલ’ ની જાહેરાતમાં પણ કામ કર્યું છે.

Previous articleબરવાળા પંચાયતના પ્રમુખ વિવિધ પ્રશ્ને વિજય રૂપાણીની મુલાકાતે
Next articleબેભાન કરી છેતરપીંડી કરનાર બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા