ગઢડા સ્વામીનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ એસ.ટી. બસો રોકી

1518

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ  સ્વામિનારાયણ ગુરુકુળ પાસે ૧૦૦ જેટલા વિધાર્થીઓ દ્વારા એસટી બસો રોકી  ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુળના ૧૦૦ જેટલા વિધાર્થીઓ દ્વારા અડધો કલાક સુધી એસટી બસ રોકી ચકાજામ કર્યો .  ગુરુકુળમાં ગઢડા થી બોટાદ વચે આવતા ગામડાઓના વિધાર્થીઓ સ્કુલે અભ્યાસ માટે આવે છે .ત્યારે એસટી બસ વારમ વાર મોડી આવતી હોય છે તેમજ એસટી બસો અહિયાં ઉભી ન રહેતી હોય જેના કારણે વિધાર્થીઓને સ્કુલે જવામાં ભારે તકલીફ નો સામનો કરવો પડે છે . તેમજ એસટી વિભાગ દ્વારા ૧૨ વાગે જે બસ આવતી તે એસટી બસનો ટાઈમ દોઢ વાગ્યા નો કરી નાખ્યો અને અન્ય  ત્રણ બસો જે હતી તે ૧૨ વાગ્યા ની કરી નાખી જેના કારણે વિધાર્થીઓ પોતાના ઘરે ત્રણ વાગે પોહ્‌ચે અને મોડું થાય છે તેમજ અમુક એસટી બસો ફૂલ ભરચક હોય છે જેના કારણે એસટી બસ માં જગ્યા ન હોવાથી તેઓ હેરાન પરેશાન થાય છે .ત્યારે વિધાર્થીઓ દ્વારા એસટી બસ રોકી જે ચકાજામ કરવામાં આવેલ તેને લઈ બોટાદ પોલીસ ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ અને વિધાર્થીઓને સમજાવી મામલો થાળે પડ્યો હતો.

Previous articleઝાડ સાથે કાર અથડાતા બેના ઘટના સ્થળે મોત
Next articleનિર્મળનગર ખાતે રામજી મંદિરમાંથી ભગવાનના ચાંદીના આભુષણોની ચોરી