રાહુલ ગાંધી : PMએ તાત્કાલિક જેટલીને પદ પરથી હટાવવા જોઈએ

850

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ બેંકોના 9,000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભાગેડ વિજય માલ્યા અને નાણા મંત્રી અરુણ જેટલીની મુલાકાત પર સવાલ ઉઠાવ્યાં છે. રાહુલે કહ્યું કે પીએમએ તાત્કાલિક સ્વતંત્ર તપાસના આદેશ આપી દેવા જોઈએ. જ્યાં સુધી અહીં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નાણા મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવા જોઈએ. વિજય માલ્યાએ લંડનમાં કહ્યું હતું કે મેં ભારત છોડતાં પહેલાં નાણા મંત્રી સાથે મુલાકાત કરી હતી.

ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં બુધવારે સુનાવણી પૂર્ણ થઈ. માલ્યાનું પ્રત્યાર્પણ થશે કે નહીં આ અંગે કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપશે.

લંડનમાં બુધવારે કોર્ટ પહોંચ્યા, માલ્યાને પત્રકારોએ પૂછ્યું હતું કે શું દેશ છોડવા માટે તેમને કોઈ સંકેત મળ્યાં હતા. આ અંગે માલ્યાએ કહ્યું હતું કે, “મારી જીનીવામાં એક બેઠક હતી. જતાં પહેલાં હું નાણા મંત્રીને મળ્યો હતો. બેંકોની સાથે સેટલમેન્ટની ઓફર બીજી વખત રાખી.”
વિવાદ વધતાં માલ્યાએ કહ્યું કે, “મને પૂછવામાં આવ્યું હતું કે મેં ભારત કઈ પરિસ્થિતિમાં છોડ્યું. મેં જણાવ્યું કે હું સંસદમાં જેટલીને મળ્યો હતો અને જણાવ્યું કે હું લંડન જઈ રહ્યો છું. પરંતુ અમારી કોઈ ઔપચારિક મુલાકાત ન હતી.”

નાણા મંત્રી અરૂણ જેટલીએ ફેસબુક બ્લોગ પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “માલ્યાનો દાવો તથ્યાત્મક રીતે ખોટો છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યાને કોઈ જ એપોઇટમેન્ટ નથી આપી. તે રાજ્યસભના સભ્ય હતા. ક્યારેક ક્યારેક ગૃહમાં પણ આવતા હતા.”
– જેટલીએ જણાવ્યું કે એવા એક પ્રસંગનો તેઓએ દુરપયોગ કર્યો હતો. હું ગૃહમાંથી નીકળીને મારા રૂમમાં જતો હતો આ દરમિયાન તેઓ સાથે થઈ ગયા. ચાલતાં ચાલતાં કહ્યું કે હું સેટલમેન્ટની રજૂઆત કરું છું.

Previous articlePM મોદી પર આતંકી હુમલાની આશંકા
Next articleબંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરીને પોતાની જાતને મારી ગોળી