અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાનું જોખમ છ ન્યૂક્લિયર પ્લાન્ટ પર તોળાતુ સંકટ

905

અમેરિકામાં ચક્રવાત ફ્લોરેન્સના જોખમમાં રાતોરાત ઓર વધારો થયો છે. બુધવારે રાત્રે આ ચક્રવાતનો માર્ગ ફંટાતા તે કેરોલિના અને જ્યોર્જિયામાં ત્રાટકશે. આજે ગુરૂવારે નોર્થ અને સાઉથ કેરોલિનામાં વાવાઝોડું આવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી, જે હવે શુક્રવાર અથવા શનિવારે મિશિગન-સાઇઝમાં આવશે. વળી, આ વાવાઝોડાંથી ૧૨૧ સેમી વરસાદની શક્યતાઓ છે. બુધવારે બપોર સુધી ફ્લોરેન્સ કેટેગરી-૩માં ફેરવાયું છે અને તે ૨૦૯ કિમી/કલાકની ઝડપે રાતોરાત સાઉથ તરફ વળી ગયું છે. હવામાન વિભાગ અનુસાર, યુએસ ઇસ્ટ કોસ્ટ તરફ પહેલાં ત્રાટકશે ત્યારબાદ તે સપ્તાહના અંત સુધી ઇનલેન્ડ સુધી પહોંચશે. ઓથોરિટીએ વાવાઝોડાંના કારણે ૧૭૦ અબજ ડોલર (૧.૨૮ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થવાની શક્યતાઓ છે. સીએનએન રિપોર્ટ અનુસાર, જે રસ્તેથી ફ્લોરેન્સ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેના ઉપર ૬ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે. આ તમામ ૬ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ નોર્થ અને સાઉથ કેરોલિનામાં આવેલા છે. ઉપરાંત ઇસ્ટ કોસ્ટમાં વાવાઝોડાંના કારણે ૫૪ લાખથી વધુ મકાનોને નુકસાનની આગાહી કરવામાં આવી છે.

નવી આગાહી અનુસાર, આ ચક્રવાત સમુદ્રમાં હજુ એક દિવસ સુધી રહેશે, જેથી તે ઓર શક્તિશાળી બનશે અને રાજ્યોમાં ભારે વરસાદ તેમજ પૂર આવશે. આજે ગુરૂવાર બાદ કેરોલિના તેમજ જ્યોર્જિયાના નોર્થ વિભાગમાં વાવાઝોડાંની શક્યતાઓ છે. હવામાન વિભાગ અનુસાર, આ બંને વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં જ શક્તિશાળી વાવાઝોડું આવી શકે છે.

હાલ ચક્રવાતનો રસ્તો બદલાતા અઢી કરોડ લોકોને જોખમ હોવાનું નિષ્ણાતોએ આગાહી કરી છે. જ્યારે ચક્રવાત વધુ શક્તિશાળી બનવાના કારણે આગામી દિવસોમાં અમેરિકામાં ૧૭૦ અબજ ડોલરનું નુકસાન થવાની શક્યતાઓ છે. ફ્લોરેન્સ વાવાઝોડું ગુરૂવારે કેરોલિના કોસ્ટમાં પહોંચ્યુ હતું અને શુક્રવારે કેરોલિનામાં ત્રાટકશે. અત્યાર સુધી ૧૦ લાખથી વધુ લોકોએ ફ્લોરેન્સના કારણે સ્થળાંતર કર્યુ છે.

Previous articleઉત્તરપ્રદેશ : અન્યત્ર શહેરો માટે વધુ ફ્લાઇટો શરૂ થઇ
Next articleહવે સ્કારલેટ નવી ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત બની છે