વન વિભાગની જમીનમાં પ્રવેશ કાયદાકીય ગુનો છતાં મીલીભગત કે હપ્તાખોરી

991

ગાંધીનગરમાં વન વિભાગની ગુનાહિત બેદરકારી ગણો કે અધિકાઓની હપ્તાખોરી પરંતુ ગાંધીનગરમાં આવેલી વન વિભાગની જમીનમાં ઠેર ઠેર દબાણો ઉભા થયા છે. નવાઈની વાત તો એ છે કે હાઈટેક હોસ્પિટલને તો વન વિભાગે લીલી ઝાઝમ પાથરી પોતાની વાડ પણ ખોલી આપી વન વિભાગની વાપરવા આપી છે. કહેવાય છે કે, ભાજપના કોઈ મોટા માથાની ચાપલુસી માટે આમ કરાયું છે.

આ ઉપરાંત કુડાસણ, સેકટર – ર૧ તથા અન્ય જગ્યાએ વન વિભાગની જમીનમાં મોટા પાયે દબાણો ઉભા થયા છે. જો કે વન વિભાગની દરેક જમીનની કાળજી રાખવા માટે બીટગાર્ડથી લઈને અધિકારીઓનો મોટો કાફલો રોેજે રોજ નિયમ મુજબ જતો હોવા છતાં આવી તારની વાળ ખોલીને થતાં દબાણો ધ્યાનમાં ન આવે તેવું બની ન શકે પરંતુ સામાન્ય માણસને આમા હપ્તાખોરીની ગંધ આવે છે.

ગુજરાતનું કહેવાતું પાટનગરમાં તમામ નિયમો, હુકમો, ઠરાવો, આદેશો અહીંથી પ્રસિદ્ધ થતાં હોવા છતાં ગુજરાતનું કહેવાતું પાટનગર કેટલા આદેશનું પાલન કરે છે. અને સૌથી વધારે જંગલ ખાતાની જગ્યાઓમાં બેફામ જમીન માફીયાઓએ કરોડોનો વેપલો આદરી દીધો હોય તેમ હર ભૂમી બાલ ગોપાલકી, પાટનગરની મોટા ભાગની જમીન જંગલખાતા ના નેજા હેઠળ છે અને કીમ એવી તમામ મુખઅય માર્ગ ઉપર આવેલી જમીનો ઘણી માર્ગ મકાન અને શહેરી વિકાસ પાસે રહેલી છે. ત્યારે ઘ, ચ અને ગાંધીનગરથી એસ.જી. હાઈવે અને અમદાવાદથી ગાંધીનગરના તમામ માર્ગો ઉપર વૃક્ષો વાવેલા અને જે તારની બાઉન્ડ્રી બનાવવામાં આવી છે તે તેમામ જગ્યાઓ જંગલ ખાતાના નેજા હેઠળ આવેલી છે.

આ શહેરમાં કોઈ રણીધણી ન હોય તેમ ભૂમાફીયાએ કબજા જમાવીને કરોડો રૂપિયાની જમીનોમાં કરોડોના ધંધાઓ કરીને વેપલો શરૂ કરી દીધો છે ત્યારે જંગલ ખાતાના નિયમો, કાયદાઓની કોઈ ડર વગર ભૂમાફીયાઓ સક્રિય થઈ ગયા છે.

ગુજરાતના કહેવાતાં પાટનગરમાંના ગુડા પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં જંગલખાતાની જગ્યા આવેલી છ ેત્યારે બેરોકટોક મોટા વાહનો અને પોર વ્હીલર ના લેવેચના દલાલોએ કબજા જમાવીને જંગલ ખાતાની મોટા ભાગની જમીનો પર ધંધાઓ શરૂ કરી દીધા છે. મહામુલી કરોડો નહીં પણ અબજાની જમીનો ઉપર ભૂમાફિયાએ નજર ફેરવીને આજે મોટા ભાગની જમીનોમાં પાર્કિંગ, ગાડી લે-વેચની દલાલી, હોટેલો જેવા ઢાબા, નાસ્તાની લારીઓ થઈ લઈને અનેક પ્રવૃત્તિઓ ફુલીફાલી છે. જેમાં જંગલ ખાતાની જગ્યમાં દર વર્ષે કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર વૃક્ષો વાવવા અને વૃક્ષોના જમીન માટે વાપસી હોય છે.

ત્યારે દરેક જગ્યાએ વૃક્ષોને નુકશાન ન થાય તે માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફક્ટ ફેન્સીંગના તાર બાંધવામાં વપરાય છે અને બીજા વૃક્ષોને નુકશાન ન થાય તે માટે પીંજરા બનાવવામાં ાવે છે. ત્યારે વૃક્ષોના જતન માટે જંગલ ખાતાએ બનાવેલી આ ફેન્સીંગ તારની વાડને તોડીને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર વેપલો કરતાં ફોરવ્હીલના દલાલોએ કબજા જમાવી દીધો છે.

સરકારની અને જંગલખાતાની મહામુલી આ જમીનમાં અનૈતિક પ્રવૃત્તિઓથી લઈને કરોડોના ધંધાથીઓએ વેપલા શરૂ કરી દીધા છતાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓનું પાણી હલતું નથઈ સરકારની અને ફોરેસ્ટ ખાતાની જમીનના નિયમો અને કાયદાઓ એટલે કડક છે કે ગ્રાડ ઉપર ખીલી પણ મારવામાં આવે તો ગુનો લાગે છે.

ત્યારે જંગલખાતાના નેજા હેઠળ આવેલી અને વાવોલ વૃક્ષો પર બેફામ જાહેરખબરના પોસ્ટરો મારેલા છે અને મોટાભઆગની જમીનોમાં કાર લે વેચના દલાલોએ જમીનો સરૂ કરી લીધી છે. ત્યારે જાહેરમાં સેલના મોટા બોર્ડો મારેલા હોવા છતાં આ જગ્યા સામે તંત્ર કેમ બોદુ છે તે સવાલ છે તે સવાલ હવે પ્રજાજનો પણ કરી રહ્યા છે.

Previous articleગાંધીનગરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપન કરાયું
Next articleકુમારશાળામાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું