શાળા વિકાસ સંકુલ-ર (ધ્યાન)નું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કુમારશાળા ખાતે મહારાજા વિજયરાજસિંહના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું. પ્રદર્શનના ઉદ્દઘાટક યુવરાજ જયવીરરાજસિંહના અતિથિ વિશેષ તરીકે યુવરાણી સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્ય, હિરેનભાઈ ભટ્ટ, ગુ.રા. શાળા પા.પુ. મંડળની શૈક્ષણિક સમિતિના અધ્યક્ષ પરેશભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણ નિરીક્ષક મહેશભાઈ પાંડે, મદદનિશ શિક્ષણ નિરીક્ષક જે.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. પરેશભાઈ, હિરેનભાઈ અને મહેશભાઈ પાંડેએ પ્રદર્શનનો હેતું મુદ્દાસ વિવાણ કરી બળા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
શાળા વિકાસ સંકુલ-રમાં ૪૬ શાળાઓમાં સમાવિષ્ટ છે. તે શાળાઓમાંથી ૪પ કૃતિઓ રજુ થઈ હતી. જે ૯૦ વિદ્યાર્થીઓએ નિર્મિત કરી હતી, અને પ્રદર્શિત કરી હતી. આજુબાજુની ૧૦ જેટલી શાળાના દિકર-દિકરીબાઓએ પ્રદર્શન નિહાળ્યું જેની સંખ્યા ૩૦૦૦ જેટલી હતી. આશરે ર૦૦ કરતા વધારે વાલીઓએ પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી. યુવરાજસાહેબ અને યુવરાણી સાહેબે તમામ કૃતિઓ નિહાળી દિકરા-દિકરીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. પ્રદર્શન પાંચ વિભાગમાં રજુ થયું હતું. દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતિ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે રજુ થશે.