શિક્ષક દિન નિમિત્તે તારીખ પ-૯-ર૦૧૮ના ભાવનગર મુકામે ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરીણામ પ્રાપ્ત કરેલ શાળાઓનું સન્માન કરેલ. તેમાં ભાવનગર જિલ્લાની કુલ પ૦૧ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી માત્ર ૯ શાળાઓએ ધોરણ ૧૦ (એસએસસી)નું તથા માત્ર ૪ શાળાઓએ ધોરણ ૧ર સાયન્સનું ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે. તે પૈકી નૂતન વિદ્યાપીઠ-મહુવાએ ધોરણ ૧૦ (એસએસસી) અને ધોરણ ૧ર (સાયન્સ) બન્નેમાં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે. તે અનુસંધાને ભાવનગર મુકામે પ્રજાપતિ (જિલ્લા શિક્ષણાધિકારી, ભાવનગર) તથા ગીરીશભાઈ શાહ (ચેરમેન અલંગ વિકાસ વિસ્તાર મંડળ)એ નૂતન વિદ્યાપીઠ શાળાને સન્માનિત કરેલ તેથી નૂતન વિદ્યાપીઠ શાળાએ મહુવા તથા શાળાનું ગૌરવ વધારેલ છે તે બદલ નૂતન વિદ્યાપીઠ શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.