ભલે દિલ્હીના ક્રિકેટર ગૌતમ ગંભીર હાલ ટીમ ઇન્ડીયાનો ભાગ ન હોય, પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. ગૌતમ ગંભીરના ચર્ચામાં હોવાનું કારણ ક્રિકેટ નહી, પરંતુ સમાજ માટે અને માનવતા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગૌતમ ગંભીરે પોતાના દેશભક્ત નિવેદનો, પોતાની ચેરિટી અને સમાજ માટે કરી રહેલા કામોને લઇને મીડિયામાં છવાયેલા રહે છે. હવે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ગૌતમ ગંભીર એક મહિલા તરીકે જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં ગૌતમના માથા પર ચાંદલો લગાવેલો છે અને પછી માથા પર દુપટ્ટો ઓઢેલો છે.
જોકે ગૌતમ ગંભીર ‘હિઝડા હબ્બા’ના સાતમા એડિશનના ઉદઘાટન માટે અહીં આવ્યા હતા, જે શેમારી સોસાયટીએ ઓર્ગેનાઇઝ કરી હતી. જ્યારે ગૌતમ અહીં પહોંચ્યા તો આ લોકોની માફક ડ્રેસઅપ થયો. અને આ પ્રકારે ડ્રેસઅપમાં ગૌતમ ગંભીરના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
ગૌતમ ગંભીરનું માનવું છે કે ‘ટ્રાંસજેંડરને ભેદભાદનો સામનો કરવો પડે છે અને મોટાભાગે હિંસાનો શિકાર બને છે. તેમણે કહ્યું કે આ લોકો પોતાનાથી અલગ અથવા કંઇપણ સમજતા પહેલાં આપણે ફક્ત એટલું જ યાદ રાખવું જોઇએ કે આ બધા સૌથી પહેલા માણસ છે.