રાજુલામાં ગણેશ ઉત્સવની ઠેર ઠેર થઈ રહેલી ઉજવણી

968

રાજુલા ખાતે આજે ગણપતિ મહોત્સવની ઠેર-ઠેર સ્થાપના જેમાં હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિજીની કિંમતી મૂર્તિઓનું વિનામુલ્યે અને મીતીયાળા હોસ્ટેલની બાળાઓને વિતરણ કરાયું.

સમસ્ત બાબરીયાવાડમાં ગણપતિબાપા મોરીયા જેમાં પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની ધાર્મિક સેવાવૃત્તિની સમસ્ત બાબરીયાવાડની જનતામાં પ્રસંશા ર૦ ગામોમાં વિનામુલ્યે કિંમતી ગણપતિજીની મૂર્તિઓ જે પ્રદુષણ રહિત હોય તેવી મૂર્તિઓ વિતરણ કરાયા બાદ અવિરત સેવાનો પ્રવાહ શરૂ રહેલ. જેમાં રાજુલાની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયની બાલિકાઓને તેમજ મીતીયાળા હોસ્ટેલની બાળાઓને ચૌહાણભાઈ તથા ઓફિસ સ્ટાફ દ્વારા ગણપતિજીની મૂર્તિઓનું વિનામુલ્યે વિતરણ કરી ગણપતિ મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા અને બાળાઓ દ્વારા ગણપતિ બાપા મોરીયાના નારા લગાવી મૂર્તિઓને વાજતે ગાજતે ગણપતિ મહોત્સવ સ્થળે પધરાવાઈ હતી.

Previous articleગાંધીનગર જિલ્લામાં ૧૫૦થી વધુ સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલ
Next articleલાઠી શહેરમાં ગણેશ ઉત્સવની આસ્થાભેર થઈ રહેલી ઉજવણી