વર્લ્ડ કપને હજુ આઠ મહિનાની વાર છે, આમ છતા ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે શનિવારે શરૂ થતા છ દેશોનાં એશિયા કપમાં તેમને ટીમ કોમ્બીનેશન કરવાનો મોકો મળશે. ભારતને વનડેમાં હજુ ધ્યાન આપવાની જરૂર છે. પાકિસ્તાન સાથે મેચ ખુબ જ રોચક બનશે.
પાકિસ્તાન સામે ૧૯ સપ્ટેમ્બરે મેચ છે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનનો સારો દેખાવ રહ્યો છે. એશિયા કપમાં મેચ જીતવાનો તમામ ટીમ પ્રયાસ કરશે. આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા એશિયા કપ મહત્વપૂર્ણ સાબીત થશે.એશિયા કપ દરેક ટીમને વર્લ્ડકપમાં તેનો દેખાવ સારો કરવાનો મોકો આપે છે.
રોહિતે જણાવ્યુ કે વિશ્વકપની તૈયારીતો કરીશું જ પણ એશિયા કપ માટે પણ આગવી રણનીતિ બનાવવી પડશે.તેમણે કહ્યુ કે મેથ્યુઝ, સરફરાઝ કે મુ્શરફ કેવી રીતે આ મેચને જૂએ છે તેમની શુ તાકાત કે કમજોરી છે પણ અમે આ ટુર્નામેન્ટમાં બાકી ટીમોને સમજીશુ. વર્લ્ડકપમાં હજૂ ઘણો સમય છે. એ પહેલા હજુ ઘણા મેચ રમવાના છે. કેટલાય ખેલાડીઓને વર્લ્ડકપમાં ટીમમાં જગ્યા બનાવવાનો મોકો મળશે.એશિયા કપ સારો મંચ છે.