કલા સંઘ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ

3271

ભાવનગર જિલ્લા ચિત્ર શિક્ષક વેલ્ફેર અંધ સંચાલિત કલા સંઘ ભાવનગરના ઉપક્રમે હાલ ગણપતિ ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભાવનગર, અમરેલી, અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, સિધ્ધપુર રાજકોટ સહિત ૮ જિલ્લામાંથી ૩થી લઈને ૭૦ વર્ષની વય ધરાવતા ૨૫૦ જેટલા ચિત્રકારોએ ગણપતિજીના ચિત્રો દોર્યા હતા આ ચિત્રોનું પ્રદર્શન સંસ્કાર મંડળ સ્થિત દિપક હોલ ખાતે તા.૧૬-૯ને રવિવારે સવારે ૧૦ થી રાતના ૯ વાગ્યા સુધી ભાવેણાવાસીઓ માટે ખુલ્લુ મુકાશે.

Previous articleઆવક-જાવકના હિસાબો મુદ્દે ચાલ્યો ચર્ચાનો દૌર
Next articleઈંધણોના ભડકે બળતા ભાવોને લઈને ગરીબ મધ્યમવર્ગીય પરિવારો હાલ : બેહાલ