રેવાડી ગેંગરેપ કેસમાં આજે ઘટનાના પાંચમાં દિવસે પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી શકી નથી. ત્રણ આરોપીઓની ઓળખ થઇ ગઇ છે. આરોપીઓ સાથે જોડાયેલા સંકેતો આપનારને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પોલીસની એક ટીમ રાજસ્થાન જઇ આવી છે પરંતુ આરોપીઓ હાથ લાગ્યા ન હતા. પોલીસની કાર્યવાહી સામે પીડિતાના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કારણે પીડિતાના પરિવારે વળતરના રૂપમાં સરકરા દ્વારા આપવામાં આવેલા 2 લાખ રૂપિયાના ચેકને પરત કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે ત્રણે આરોપીઓ પંકજ, આર્મી જવાન નિશુ અને મનીષ રેવાડી ગામના રહેવાસી છે. આ આરોપીઓ પીડિતા અને તેના પરિવારને જાણતા હતા.
રેવાડી ગેંગરેપ પીડિતાની માતાએ મીડિયા સામે આવીને પીડા અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘‘ગઇ કાલે કેટલાક અધિકારીઓ મને વળતરનો ચેક આપવા આવ્યા હતા. હું આજે તે પરત આપી રહીં છું કેમકે અમને પૈસા નહીં ન્યાય જોઇએ છે. હવે તો પાંચ દિવસ થઇ ગયા છે. પરંતુ અત્યાર સુધીમાં કોઇપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’’