લાકરોડા ગામમાં બજરંગદાસ બાપાની જન્મજયંતિ ઉજવાઈ

1112

માણસા તાલુકાના લાકરોડા ગામે સ્થિત રણજીત હનુમાન મંદિર ખાતે આદ્ય સ્થાપક મહંત બજરંગદાસ બાપાની જન્મજયંતિ ઉજવાઈ હતી. સાબરમતી નદીના કિનારે આવેલ રણજીત હનુમાન મંદિર આસ્થાનું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. સાક્ષાત્કારી હનુમાન દાદાના ભાવિક-પૂજકો હજારોની સંખ્યામાં ઊમટી પડે છે અને વિનામૂલ્યે ભોજન-પ્રસાદનો લાભ લેતાં હોય છે. જન્મજયંતિ નિમિત્તે આસપાસના શાળાઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

Previous articleસુમુલ ડેરીના ૫૫ કરોડના નવનિર્મિત ટેક હોમ રાશન – ટી.એચ.આર. પ્લાન્ટનો લોકાર્પણ કરશે
Next articleજિલ્લાના ૫૮ તળાવમાં નર્મદાના નીર ભરવા કવાયત