ભાવનગર શહેરમા વસતા સિંધી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ચાલીસા વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વ્રતના આજે ૪૦ દિવસ પૂર્ણ થતા ભગવાન ઝુલેલાલના અલગ અલગ મંદિરોમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકઠા થયા હતા અને વિશાળ શોભાયાત્રા યોજી જુના બંદરની ખાડી ખાતે વ્રતનું ભાવપૂર્ણ રીતે સમાપન કર્યુ હતું.