બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને કહ્યું છે કે એને નેતા બનવાની કોઈ ઈચ્છા નથી.
આમિરે વધુમાં કહ્યું છે કે હું તો એક સંદેશવાહક છું. મને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. મને તો રાજકારણનો ડર પણ બહુ લાગે છે. અને કોને નથી લાગતો?
એક મુલાકાતમાં, આમિરે એમ પણ કહ્યું કે હું એક કલાકાર વ્યક્તિ છું. રાજકારણમાં મારી દાળ ગળે નહીં. હું તો લોકોનું મનોરંજન કરવા માગું છું. મને લાગે છે કે નેતા કરતાં કલાકાર તરીકે હું લોકોનું વધારે મનોરંજન કરી શકું.