ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં ભારતે બૅટિંગની ખામીઓ સુધારવી પડશે : ઈયાન ચેપલ

1222

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઈયાન ચેપલનું માનવું છે કે આ વર્ષે ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં કાંગારું ટીમના ‘અતિ પ્રબળ’ બૉલિંગ આક્રમણનો મુકાબલો કરવા માટે ભારતે તેની બૅટિંગમાં ખામીઓ સુધારવી જોઈએ.

દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીઓ હારી જવા પછી વિરાટ કોહલીની વિશ્ર્‌વની સર્વોચ્ચ ક્રમની ભારતીય ટીમ તેની ગુમાવેલી પ્રતિષ્ઠાને પાછી મેળવવાનો પ્રયત્ન કરશે. “ભારતે બૅટિંગમાં તેની ખામીઅઓ સુધારવી રહેશે, એમ ચેપલે એક વેબસાઈટ પર લખ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે સસ્પેન્ડ કરાવાના કારણે સ્ટીવ સ્મિથ અને વોર્નરની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાની બૅટિંગ નબળી છે, પણ તેનું બૉલિંગ આક્રમણ બિલકુલ મજબૂત છે.

ભારતની ટીમ ૨૧મી નવેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ રમવા જનાર છે. “મિચલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, પેટ્રિક કમીન્સ અને નેથન લાયન શારીરિકપણે ફિટ રહેતા ભારતીય બેટ્‌સમેનોને મોટો પડકાર ફેંકશે અને ઑસ્ટ્રેલિયાની પિચ પર બોલના વધારાનો ઉછાળ તેઓ માટે મુસીબત ઊભી કરી શકે છે, એમ ચેપલે કહ્યું હતું.

Previous articleએશિયા કપ : આજે ભારત હોંગકોંગ વચ્ચે મુકાબલો
Next articleપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે ડીડીસીએની ક્રિકેટ કમિટીમાંથી રાજીનામુ આપ્યુ