પાલીતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા નૂતન વર્ષનું સ્નેહમિલન આજરોજ યોજાયું હતું તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, પાલીતાણાના ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ વાળા તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, નગરપાલિકાના નગરસેવકો, શહેર તાલુકા પ્રમુખોના જુદા-જુદા સેલના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ૦૦ કાર્યકરો હાજર રહ્યાં હતા.