સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધંધુકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

742

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધંધુકામાં સ્વાસ્થ્ય સુવિધામાં સુધારો થાય તેવા પ્રયાસોના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ. આ નિદાન કેમ્પમાં અધિક્ષક અને સર્જક ડો. ઉદિત એસ. જુવાલીયા, ઓર્થોપેડીક સર્જન ડો. ભાવેશ આર. હડીયેલ, ગાયનેક ડો. વિરલ જે. શાહ, દાંતના ડો. જયરાજસિંહ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. રાકેશ ભાવસાર, તબીબી અધિકારી ડો. વોલેન્સ એન. અસારી, ડો. સંકેત જે. સેવક, પ્રા.આ.કેન્દ્રના ડો. સિરાજ દેસાઈ, ડો. યોગેન્દ્ર રાઠોડ, આયૂર્વેદિક ડો. ભુપેન્દ્ર સોલંકી તથા આરોગ્ય સ્ટાફ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ, એકસ-રે ઈ.સી.જી., ફીજીયોથેરાપી, આયુર્વેદિક, સગર્ભા તપાસ, લેબોરેટરી તપાસ જેવી સેવાઓ પુરી પાડવામાં આવેલ. આ કેમ્પમાં કુલ ૪૬૭ લાભાર્થીઓએ લાભ લીધેલ, ધંધુકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પમાં વિવિધ વિભાગના નિષ્ણાંત ડોકટરો દ્વારા વિસ્તારના લોકોની આરોગ્ય તપાસ તેમજ લોકોમાં આરોગ્ય વિશે જનજાગૃતિ ફોલ તે માટેની સલાહ સુચન આપવામાં આવે છે.

Previous articleદામનગરમાં લક્ષ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ યોજાયો
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો