3 વર્ષની બાળકીનું બિસ્કિટ અપાવવાની લાલચમાં અપહરણ

1441

અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણનાં કિસ્સાઓ વધી રહ્યાં છે. એક નજરે દેખાતો સભ્ય સમાજ આવા પણ કામ કરે ત્યારે શું કરવું શું ન કરવું વચ્ચે આપણે ફસાઇ જતા હોઇએ છીએ. આવો જ એક ધ્રુણાસ્પદ કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ બાળકી ગોવિંદ નગર પાસેના રેલને ટ્રેકની બાજુમાંથી મળી આવી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના ઉધના વિસ્તારમાંથી 3 વર્ષની બાળકી પિતા સાથે જઇ રહી હતી. ત્યારે પિતાની નજર થોડા જ સમય માટે તેના પરથી હઠી તેટલામાં તો અજાણ્યા વ્યક્તિઓએ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અનેક જગ્યાએ શોધ્યા પછી પણ બાળકી ન મળી એટલે આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

Previous articleઇસરોનો ઈતિહાસ :   PSLV-C42 સાથે બે બ્રિટિશ સેટેલાઇટ લોન્ચ થયા
Next articleકર્ણાટકના કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પર ઈડીએ કેસ દાખલ કર્યો