ગત તા. ૧૩ના રોજ ગણેશચતુર્થીથી ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઠેક-ઠેકાણે ગેણશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં આસ્થાભેર ગેણશજીના ઉત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં વહેલી સવારે આરતી બપોરે બાપાને થાળ, સાંજે આરતી તથા રાત્રીના વિવિધ પ્રોગ્રામો યોજાઈ રહ્યા છે. શહેરના કેટલાક આયોજકો દ્વારા પાંચ દિવસની ઉજવણી કર્યા બાદ ગઈકાલે વિર્સજન કરેલ જયારે કેટલાક આયોજકો દ્વારા સાત દિવસે આવતીકાલે ગણેશોત્સવનું સમાપન થશે અને વિર્સજન કરાશે શહેરના વડવા, કુંભારાવાડ, હાદાનગર, સરીતા સોસાયટી, અમર સોસાયટી, ગણેશનગર, બોરતળાવ, પ્રેસ કર્વાટર સહિતના વિસ્તારોમાં આસ્થાભેર ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે જે પૈકીના અનેક સ્થળોએ આવતીકાલે બુધવારે સમાપન સાથે વિસર્જન કરવામાં આવશે.